રાજયમાં છેલ્લા ઘણા સમયથી શ્વાનોને મારી નાંખવામાં આવ્યાં હોય અથવા માર મારવામાં આવતો હોય તેવા વિડીયો વાયરલ થઇ રહયાં છે. આવો જ એક વિડીયો ભરૂચમાં પણ વાયરલ થયો છે.
ભરૂચમાં કેટલાક યુવાનો શ્વાનને માર મારી તેને બાંધીને લઇ જતો હોવાનો વિડીયો વાયરલ થઇ રહયો છે. આ વિડીયો રંગ ટાઉનશીપના ફેસ નંબર 2 નો હોવાનું બહાર આવ્યું છે. ટાઉનશીપમાં રખડતાં શ્વાનનો ત્રાસ હોવાથી કેટલાક સ્થાનિક રહીશોએ શ્વાનને પકડી જવા માટે કેટલાક લોકોને જાણ કરી હતી.
શ્વાનને પકડવા માટે આવેલાં લોકોએ શ્વાનને માર મારતાં તેને લોહી નીકળવા માંડયું હતું. આ લોકોએ શ્વાનને ક્રુરતાપુર્વક બાંધીને લઇ જતાં જીવદયાપ્રેમીઓએ વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર ઘટના અંગે ભરૂચના માનદ વન્ય પ્રાણી સંરક્ષક આશિષ શર્માએ લોકોએ આવા કોઇ પ્રાણીને પકડવા હોય તો એનજીઓનો સંપર્ક કરવા અપીલ કરી છે.