ભરૂચ : રતનપુર ગામની સિમમાંથી 6 ફૂટ લાંબો મગર પાંજરે પુરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ

New Update
ભરૂચ : રતનપુર ગામની સિમમાંથી 6 ફૂટ લાંબો મગર પાંજરે પુરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર પાસેની ખાડીમાંથી આશરે 6 ફૂટ લાંબો મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઝઘડિયા તાલુકાનાં રતનપુર ગામના ખેડુત શંકર વસાવા ગત તા. ૨૫/ ૦૫/ ૨૦૨૧ના રોજ પોતાના ખેતરમાં બકરા ચરાવવા ગયા હતા. તે દરમ્યાન ખેતર નજીક આવેલી ખાડી પાસે પોતાના બકરા જતાં ખાડીમાંથી અચાનક એક મગર બહાર નિકળીને બકરાને પાણીમાં ખેંચી ગયો હતો. જે બાદ ખેડૂત દ્વારા ઝઘડિયા વન વિભાગને જાણ કરવામાં આવી હતી, ત્યારે વન વિભાગની ટીમ દ્વારા રતનપુર ખાડી નજીક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.

publive-image

જેમાં અંદાજે 6 ફુટ લાંબો મગર પાંજરે પુરાઈ ગયો હતો. પાંજરામાં મગર પુરાયેલો નજરે પડતાં ખેડૂતે વન વિભાગને જાણ કરતા રાજપારડી રાઉન્ડ ફોરેસ્ટર જે.એમ.વસાવા ‌અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ વન વિભાગે મગરનો કબ્જો મેળવી સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી હતી.

Latest Stories