-
ભરૂચ જિલ્લામાં કાળઝાળ ગરમી
-
તાપમાનનો સતત ઉંચે ચઢતો પારો
-
આજે 44 ડીગ્રી તાપમાન નોંધાયું
-
સિઝનનો સૌથી હોટેસ્ટ ડે
-
ગરમી હજુ ભુકકા કાઢશે
ભરૂચ જિલ્લામાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર કરી જતા સિઝનનો સૌથી હોટેસ્ટ ડે નોંધાયો હતો.કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ભરૂચવાસીઓ 5 દિવસ મારક ગરમીથી સાવધાન રહેજો, તડકામાં બહાર નીકળતા પેહલા રાખજો તકેદારી
ભરૂચ 44 ડીગ્રી સાથે હિટવેવની આગોસમાં લપેટાઈ જતા બળબળતા તાપે જનજીવન ડામાડોળ કરી દીધું છે. ભરૂચ જિલ્લાની પ્રજા અને પશુધન સાથે ખેતી માટે આગામી 5 દિવસ અગ્નિપરીક્ષા સમાન પુરવાર થઇ શકે છે. ઉનાળાની મૌસમમાં ભરૂચ જિલ્લામાં રવિવારે 44 ડીગ્રી પારા સાથે મૌસમના સૌથી ગરમ દિવસ રહ્યો. તો આગામી દિવસો હજી પારો 2 થી 3 ડીગ્રી ઊંચકાતા લોકોનું સ્વાસ્થ્ય બગાડી શકે છે.
જિલ્લામાં લઘુતમ તાપમાન પણ 27 ડિગ્રી જેટલું ઊંચું રહ્યું છે. ભેજનું પ્રમાણ વાતાવરણમાં માત્ર 24 % રહેતા આકરી ગરમીથી લોકો ત્રાસી ગયા છે.બપોરના સમયે ગરમી અને સૂર્યના કિરણો વધુ ઘાતક હોય છે. જેના કારણે બેચેની, ચક્કર, ઉલટી, બેભાન થઈ જવું જેવી સમસ્યાનો ભોગ લોકો બની શકે છે. બપોરે સૂર્યના સીધા સંપર્કમાં વધુ વાર રહેવાથી ટાળવું જોઈએ. બને ત્યાં સુધી નાના બાળકો, વૃદ્ધઓ, સગર્ભા અને ક્રોનિક ડીસીઝવાળા દર્દીઓએ બપોરે તડકામાં નીકળવાનું ટાળવું જોઈએ. લોકોએ સુતરાઉ ઢીલા કપડાં પહેરવા સૂચના આપવામાં આવી છે.
