ભરૂચ: રિલાયન્સ કંપની દ્વારા જાગેશ્વર ગામના ઘર વિહોણા લોકોને આવાસ અર્પણ કરાયા, કોવિડ આઇસોલેશન સેન્ટર પણ ખુલ્લું મુકાયું

New Update
ભરૂચ: રિલાયન્સ કંપની દ્વારા જાગેશ્વર ગામના ઘર વિહોણા લોકોને આવાસ અર્પણ કરાયા, કોવિડ આઇસોલેશન સેન્ટર પણ ખુલ્લું મુકાયું

દહેજના જાગેશ્વર ખાતે રિલાયન્સ કંપની દ્વારા સી.એસ.આર. પ્રવૃત્તિ હેઠળ ઘર વિહોણા લોકોને વિના મૂલ્યે આવાસ અર્પણ કરવા સાથે કોરોના મહામારીમાં ગ્રામજનોને સારવાર મળી રહે તે માટે સુવિધાઓ સાથેના કોવિડ આઇસોલેશન સેન્ટરને પણ ખુલ્લું મુકાયું હતું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દહેજ તથા રિલાયન્સ ફાઉન્ડેશન ઘ્વારા દહેજ પંથકમાં સી.એસ.આર.પ્રવૃત્તિ હેઠળ જનહિતના કાર્ય કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં લુવારા, અંભેટા, જાગેશ્વર અને દહેજ તથા વાડિયામાં પ્રોજેક્ટ આશ્રય હેઠળ જેમને સરકારની આવાસ યોજનામાં મકાન નથી મળ્યા તેવા લાભાર્થીઓને આવાસ પુરા પાડવામાં આવ્યા છે. તાજેતરમાં જાગેશ્વર ખાતે આવાસો તૈયાર થતા તે લાભાર્થીઓને અર્પણ કરાયા હતા.

publive-image

આ વર્ષમાં રિલાયન્સ ઘ્વારા 16 આવાસો લાભાર્થીઓને અર્પણ કરાયા છે. આવાસ અર્પણની સાથે રિલાયન્સ ફાઉન્ડેશન ઘ્વારા જાગેશ્વર ખાતે કોવિડ આઇસોલેશન સેન્ટર પણ ખુલ્લું મુકાયું હતું. જેમાં 5 ભાઈઓ અને 5 બહેનો માટે કુલ 10 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ પ્રસંગે જાગેશ્વર ગામના સરપંચ વિલાસબેન, રિલાયન્સ કંપનીના સી.એસ.આર. વિભાગના હેમરાજ પટેલ અને અનુપમ સિંગ તથા રિલાયન્સ ફાઉન્ડેશનના રંજના કંડારી ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories