ભરૂચ : નવા સરદારબ્રિજના રીપેરીંગની કામગીરી શરૂ, ત્રણ દિવસથી જોવા મળે છે ચકકાજામ

New Update
ભરૂચ : નવા સરદારબ્રિજના રીપેરીંગની કામગીરી શરૂ, ત્રણ દિવસથી જોવા મળે છે ચકકાજામ

ભરૂચના નવા સરદારબ્રિજ પર પડેલાં ખાડાઓ પુરવા તથા રસ્તાના નવીનીકરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવતાં છેલ્લા ત્રણ દિવસથી ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને વડોદરાથી સુરત તરફ જતી લેનમાં સૌથી વધારે ટ્રાફિકજામ થઇ રહયો છે.

 આપ વડોદરા કે અમદાવાદ તરફથી સુરત જઇ રહયાં હોય તો સાવધાન થઇ જજો કારણ કે ભરૂચ પાસે તમે હાઇવે પર ટ્રાફિકજામમાં ફસાઇ શકો છે.  સરદાબ્રિજ પર પડેલા ખાડા ઓ પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આ કામગીરી એક  મહિના સુધી ચાલે તેવી સંભાવના હોવાથી વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી શકે છે. 

 ભરૂચની નર્મદા નદી ઉપર 2017માં કેબલ સ્ટેઇડ બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકી દેવાયા બાદ ટ્રાફિકની સમસ્યા હળવી બની હતી પણ નવા અને જુના સરદાર બ્રિજના સમારકામ તથા તકેદારી લેવામાં નેશનલ હાઇવે ઓથોરીટી સદંતર નિષ્ફળ નીવડી છે. ચોમાસામાં નવા તથા જુના સરદારબ્રિજ પર પડી ગયેલાં મસમોટા ખાડાઓના કારણે ટ્રાફિકજામની સમસ્યા વિકટ બની છે. ભરૂચના નેશનલ હાઇવે પરથી રોજના 65 હજાર કરતાં વધારે વાહનોની અવરજવર રહે છે. નવા સરદારબ્રિજ પર પડેલા ખાડાઓના કારણે વાહનો ધીમી ગતિથી પસાર થતાં હોવાથી ટ્રાફિકજામ થઇ રહયો છે. છેલ્લા ત્રણ દીવસથી વડોદરાથી સુરત તરફ જતી લેનમાં ઝંઘાર ગામ સુધી લગભગ 15 કીમી સુધીનો ટ્રાફિકજામ થઇ રહયો છે. નેશનલ હાઇવે ઓથોરીટીએ બ્રિજ પર પડેલા ખાડાઓ પુરવા તથા રસ્તાના રીપેરીંગની કામગીરી શરૂ કરી છે. આશરે 25 કીમીનો રસ્તો બિસ્માર હોવાથી તેના રીપેરીંગ માટે એક મહિના  સુધીનો સમય લાગી શકે છે જેના કારણે ત્યાં સુધી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા રહેશે. બ્રિજ તથા રસ્તાના રીપેરીંગ માટે 2 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 

Latest Stories