ભરૂચના રાજપારડીથી ધારોલી ગામને જોડતો માર્ગ બંધ

ભોજપુર ગામ નજીક નાળા પર પાણી ફરી વળ્યા

ગ્રામજનો અને વાહનચાલકોને હાલાકી

દર ચોમાસામાં સર્જાતી પરિસ્થિતિ

સમસ્યાના નિરાકરણની ગ્રામજનોની માંગ

ભરૂચના ઝઘડીયા તાલુકાના વાસણા તેમજ  ભોજપુર ગામ નજીક  આવેલ નાળા પર કાવેરી નદીના પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા હતા. ભરૂચના રાજપારડીથી ધરોલી જતા માર્ગ પર ભોજપુર પાસે આવેલ નાળુ તેમજ વાસણા પાસે આવેલ નાળા પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો થયો હતો.

ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ભોજપુર પાસે આવેલ નાળા પર કાવેરી નદીના  પાણી ફરી વળતા આ  માર્ગ બંધ થયો હતો. જેને લઇ કામ અર્થે જતા વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓ અટવાયા હતા સ્થાનિકોના જણાવ્યા અનુસાર દરચોમાસામાં આ માર્ગ પર આવેલ નાળા પર વરસાદી પાણી ફરી વળતા આ વિસ્તારના લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે…