ભરૂચ જિલ્લાના દર્દીઓની કોરોનાનો રીપોર્ટ વિલંબથી મળતો હોવાની ફરિયાદોનું હવે નિરાકરણ આવી જશે. ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે આરટી- પીસીઆરના ટેસ્ટ માટે લેબોરેટરી શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજય સરકારે 32 જિલ્લાઓમાં ટેસ્ટીંગ માટે લેબોરેટરી હોવાનો દાવો કર્યો હતો પણ ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે લેબોરેટરી નહિ હોવાથી દર્દીઓના સેમ્પલોને તપાસ માટે અન્ય શહેરોમાં મોકલવામાં આવતાં હતાં. જયાંથી રીપોર્ટ આવતાં બે થી ત્રણ દિવસનો સમય લાગી જતો હોવાથી દર્દીઓને હાલાકી વેઠવી પડતી હતી. બીજી તરફ ભરૂચની ખાનગી લેબોરેટરીઓની બહાર પણ કોરોનાનો ટેસ્ટ કરાવવા લોકોની કતાર લાગી રહી છે. આવા સંજોગોમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જુના ટ્રોમા સેન્ટરની પાછળ લેબોરેટરી કાર્યાન્વિત કરી દેવામાં આવી છે.
RTPCR લેબ શરૂ થતાં હવે દર્દીઓના કોરોના અંગેનો રીપોર્ટ ગણતરીના કલાકો જ મળી રહેશે. અગાઉ આ રીપોર્ટ મેળવવામાં બે થી ત્રણ દિવસનો સમય લાગી જતો હતો. સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, લેબમાં તાલુકા લેવલે પણ આવનાર સેમ્પલબપોરે ૧.૦૦ પહેલા મોકલાશે તો રીઝ્લ્ટ એના એ જ દિવસે મળી જશે અને જો બપોરે ૧.૦૦ વાગ્યા આવેલાં સેમ્પલના રીઝ્લ્ટ બીજા દિવસે મળશે. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસની ચેઇન તોડવા માટે મીની લોકડાઉન અને રાત્રિ કરફયુ અમલમાં મુકવામાં આવ્યાં છે ત્યારે આપણે પણ આપણો નાગરિક ધર્મ બજાવી સરકારના આદેશનું પાલન કરી કોરોનાથી સંક્રમિત થતાં બચીએ તે જરૂરી છે.