ગુજરાતમાં લોકડાઉન બાદથી ટ્રાવેલ્સના વ્યવસાયકારોની પનોતી બેઠી હોય તેમ લાગી રહયું છે. બસો ચાલતી ન હોવા છતાં સરકાર એડવાન્સમાં ટેકસ લેતી હોવાથી ભરૂચમાં ટ્રાવેલ્સ એસોસીએશનના સભ્યોએ આરટીઓ કચેરી ખાતે પહોંચી ઉગ્ર રજુઆત કરી હતી.
Watch Video : https://fb.watch/4yKqu7-TAf/
ગત વર્ષે માર્ચ મહિનાથી લોકડાઉન જાહેર કરવામાં આવતાં બસો તથા ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી. લોકડાઉન બાદ હવે જનજીવનની ગાડી પાટા પર આવી રહી છે પણ સરકારના એક નિર્ણયના કારણે ખાનગી લકઝરી બસો અને વાહનોના સંચાલકોની હાલત કફોડી બની છે. કોરોના વાયરસનો કહેર વધી રહયો હોવાથી હજી બસો અને ખાનગી વાહનો બરાબર ચાલી રહયાં નથી તેવામાં સરકાર ચાલતી ન હોય તેવી બસોનો પણ ટેકસ એડવાન્સમાં લઇ રહી છે.
ટેકસ ભરવાના ફાંફા પડતાં હોવાથી ગુજરાતની જાણીતી ટ્રાવેલ્સ કંપની પટેલ ટ્રાવેલ્સે પણ 50 જેટલી બસો વેચી નાંખી છે. પટેલ ટ્રાવેલ્સની આવી હાલત હોય તો નાના વ્યવસાયકારોની શું વિસાત. ભરૂચમાં ટ્રાવેલ્સ એસોસીએશનના સભ્યો આરટીઓને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યાં હતાં. જયાં તેમણે 100 રૂપિયાની પાવતી પર વાહનો નોન યુઝ કરવા અને વાહનો આર.ટી.ઓ ઓફિસમાં સરેન્ડર કરવા રજુઆત કરી હતી.