-
ભરૂચમાં ઉજવાય છે શરદ પૂર્ણિમા મહોત્સવ
-
જૂના ભરૂચના રણછોડજી મંદિરે આયોજન
-
દીપમાળાને લાઇટિંગથી સજાવાશે
-
તડામાર તૈયારીઓ શરૂ કરાય
-
મોટી સંખ્યામાં લોકો જોડાશે
ભરૂચના રણછોડજી મંદિરે શરદ પૂર્ણિમાએ દીપમાળા અને ઉભા ભજનનો સહિતના કાર્યક્રમોને લઇ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે
છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેરના રણછોડજી ઢોળાવમાં આવેલા અતિપૌરાણિક રણછોડજી મંદિરે શરદ પૂર્ણિમાની ઉજવણીનો અનેરો મહિમા રહેલો છે. દર વર્ષે આ સ્થળે આવેલી દીપમાળાને લાઈટિંગ કરીને જગમગાટ કરવામાં આવે છે. શરદપૂનમ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે. દીપમાળા ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે રણછોડજી મંદિરના શણગાર સાથે આરતી તેમજ દીપમાળાને લાઈટિંગ કરવા અને ઉભા ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 7 ઓક્ટોબરે યોજાનાર આ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા ભાવિક ભક્તોને નિમંત્રણ પાઠવાયું છે.
