-
ભરૂચ રેલવે સ્ટેશન પર વિતરણ કરાયુ
-
શરબત અને છાશનું કરવામાં આવ્યું વિતરણ
-
કાળઝાળ ગરમીમાં મુસાફરોને વિતરણ કરાયુ
-
ઠંડાપીણાના 700 ગ્લાસનું વિતરણ કરાય
-
મુસાફરોને ગરમીમાં થઈ રાહત
ભરૂચ: રેલવે સ્ટેશન પર મુસાફરોને શરબત અને છાશનું વિતરણ કરાયુ, રેલવે સ્ટાફનું સેવાકાર્ય
ભરૂચ રેલ્વે સ્ટાફ અને અધિકારીઓ દ્વારા કાળજાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે 700 થી વધુ શરબતનું વિતરણ કરી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું ગુજરાત | સમાચાર
ભરૂચ રેલવે સ્ટેશન પર કાળઝાળ ગરમી વચ્ચે મુસાફરોને રાહત મળે એ હેતુથી શરબત અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું ભરૂચમાં મે માસની શરૂઆત થતાં જ સૂર્યનારાયણ ઉગ્ર તાપ વરસાવી રહ્યા છે અને તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. એવામાં લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાનો સહારો લેવા મજબૂર બની રહ્યા છે. ભરૂચ રેલ્વે સ્ટાફ અને અધિકારીઓ દ્વારા કાળજાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે માનવીય અભિગમ અપનાવતાં 700 થી વધુ શરબતના ગ્લાસનું વિતરણ કરી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું.
સવારે પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર ભરૂચ રેલવે સ્ટેશનના ઇન્ચાર્જ આદિત્ય શુક્લા અને ભરૂચ રેલવે સ્ટાફ તરફથી કાળઝાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરો માટે ત્રણથી વધુ સ્ટોલ બનાવી શરબત અને છાસનાનું વિતરણ કરી સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
