ભરૂચ શ્રવણ સ્કુલ ખાતે યોજાઇ શિક્ષક તાલીમ શિબિર

ભરૂચ શ્રવણ સ્કુલ ખાતે યોજાઇ શિક્ષક તાલીમ શિબિર
New Update

સમર્થ શિક્ષક સમર્થ ભારત વિષય આધારિત યોજવામાં આવી તાલિમ શિબિર

ભરૂચમાં આવેલ શ્રવણ વિદ્યાધામ ખાતે વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારી, ભરૂચ કાર્યસ્થાન વડોદરા વિભાગ દ્વારા શાળામાં ત્રિદિવસીય "સમર્થ શિક્ષક" શિબિરનું આયોજના કરવામાં આવ્યું હતું. જેમાં શ્રવણ સ્કૂલ અને એલિડ શાળાના ૬૭ શિક્ષકો સહભાગી બન્યા હતા.

publive-image

આ સત્રમાં મૂખ્ય વક્તા વડોદરા વિભાગના હરિશ વ્યાસ, સંગઠક લોકેશ્ભાઇ કેશરે, તેજશભાઇ પંડ્યા, શીતલબેના જોષી દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી.આ વકતાઓએ શિક્ષક હોવાનું ગૌરવ, સકારાત્મક પ્રતિસાદ, સમગ્ર જવાબદારી મારી ઉપર આ વિષયો ઉપર પ્રશિક્ષણ આપ્યું હતું.

આ શિબિરમાં તાલીમાર્થીઓને વિવિધ રમતો રમાડવામાં આવી અને પ્રશિક્ષિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત યોગ, પ્રનાયમ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ શિબિરનું આયોજન શ્રવણ વિદ્યાધામ,એલિડ હાઇસ્કુલ અને વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારી, ભરૂચના સંયુક્ત ઉપક્ર્મે યોજવામાં આવ્યું હતું. આ શિબિરમાં ઉપસ્થીત મહાનુભવોને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી. આ તકે શાળાના આચાર્ય સુનિલ ઉપાધ્યાય, મા.મંત્રી વૈભવ બિનીવાલેએ શિબિરાર્થીઓને વિષેશ શુભેચ્છા પાથવી અને "સમર્થ શિક્ષક" આ વાક્યને જીવનમાં ચરિતાર્થ કેરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ સમગ્ર કાર્યક્ર્મનું સંચાલન ઉત્ત્મભાઇ પટેલે કર્યું હતું અને આભારા વિધી જમીલા પટેલે કરી હતી.

#ભરૂચ
Here are a few more articles:
Read the Next Article