ભરૂચમાં વર્ષોથી સમાજ સેવા સાથે સંકળાયેલ પુષ્પાબહેન પટેલે આજે તેમના 100માં જન્મ દિવસની કોરોનાની સારવાર દરમ્યાન હોસ્પિટલમાં કેક કાપી ઉજવણી કરી હતી

ભરૂચમાં અનેક શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલ અને સમાજસેવિકા પુષ્પાબહેન પટેલનો આજે 100મો જન્મ દિવસ છે જો કે તેઓ પણ વિયાશ્વિક મહામારી કોરોનામાં સપડાયા છે અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભરૂચની આર.કે.હોસ્પિટલમાં કોવિદની સારવાર લઈ રહ્યા છે ત્યારે તેમના જન્મ દિવસને યાદગાર બનાવવા હોસ્પિટલના તબીબ ડો.મિલાપ શાહ અને તેમની ટીમે વિશેષ આયોજન કર્યું હતું અને સારવાર દરમ્યાન પુષ્પાબહેન પટેલે કેક કાપી તેમના જન્મ દિવસની ઉજવણી કરી હતી. પુષ્પાબહેન પટેલને કનેક્ટ ગુજરાત પરિવાર તરફથી જન્મ દિવસની હાર્દિક શુભેરછા