સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા અને પાલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ભરૂચ જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. SOGના ASI ધર્મેન્દ્રભાઈ જુલાલભાઈને બાતમી મળી હતી કે સુરત ગ્રામ્યના કોસંબા અને પાલોદ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી યોગેશભાઈ રતનભાઈ વસાવા ચાસવડ દુધ ડેરી પાસે હાજર છે.
બાતમીના આધારે SOGની ટીમે સ્થળ પર પહોંચી આરોપીની ઓળખની ખાતરી કર્યા બાદ તેને ઝડપી લીધો હતો.પકડાયેલા આરોપીની ઓળખ યોગેશભાઈ રતનભાઈ વસાવા, રહે. ચાસવડ, વસાવા ફળિયું, તા. નેત્રંગ, જિ. ભરૂચ તરીકે થઈ છે. તેની સામે સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશન અને પાલોદ પોલીસ સ્ટેશનમાં ચોરીના બે અલગ-અલગ ગુના નોંધાયેલા છે.
ભરૂચ: SOGએ સુરત ગ્રામ્યના બે ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીઓની કરી ધરપકડ
