-
ભરૂચમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કાર્યવાહી
-
બંબુસર ગામે વિજ વીજ ચેકીંગ હાથ ધરાયુ
-
વીજ કનેક્શનોની કરાય તપાસ
-
પોલીસ કાફલો સાથે રખાયો
-
ગ્રામજનોમાં ફફડાટ
ભરૂચ તાલુકાના બંબુસર ગામે આજે વહેલી સવારે વીજ કંપની દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો
ભરૂચ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરીના મામલાઓને ધ્યાનમાં રાખીને DGVCLના અધિકારીઓએ વહેલી સવારે જ્યારે લોકો મીઠી નિંદરમાં હતાં ત્યારે અચાનક વીજ ચેકીંગ હાથ ધર્યું હતું.આ દરમિયાન કેટલાક સ્થળોએ અનિયમિતતા સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. વીજ કંપનીની ટીમ સાથે પોલીસ પણ હાજર રહી હતી, જેથી કાર્યવાહી દરમિયાન કોઈ અણબનાવ ન સર્જાય.આ દરોડા દરમિયાન કેટલીક જગ્યાએ ગેરકાયદેસર વીજ જોડાણો કાપવામાં આવ્યા હતા અને વીજ ચોરીમાં સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વીજ કંપનીએ લોકોને કાયદેસર રીતે વીજળીનો ઉપયોગ કરવાની અપીલ કરી છે અને ચેતવણી આપી છે કે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.
