ભરૂચના ઝઘડિયા તાલુકાના વિદ્યાર્થીઓએ એક અરજી લખી ઝઘડિયા બસ ડેપોના વહીવટી તંત્ર પર આક્ષેપ કર્યા છે કે રાજપીપળાથી આવતી એકપણ બસ રાજપારડી ઊભી રહેતી નથી. બસના સંચાલકો સામે આક્ષેપ કરવામાં આવ્યા છે કે સવારે ૮ થી ૯ ના સમયમાં ભરૂચ જવા માટે એકપણ બસ મળતી નથી, જે પણ જૂના રૂટ કાર્યરત હતા એ બંધ કરી ગુજરાતના અન્ય વિસ્તારોમાં રૂટ લંબાવવામાં આવ્યા છે જ્યારે ઝઘડિયા બસ ડેપોના સ્થાનિક ગામડાઓના રૂટ જે GSRTC સવલત આપતું હતું એ હવે બંધ કરવામાં આવ્યા છે, વધારે આવકની લાલચમાં ડેપો મેનેજર કે કન્ટ્રોલર વધારાના રૂટ ચલાવવાના બદલે સ્થાનિક મુસાફરો વિદ્યાર્થીઓ ને બસ નો લાભ મળે એ બાબતે ધ્યાન આપે તો ઉચિત રહેશે તેવી રજૂઆત કરવામાં આવી હતી, વધુમાં જણાવ્યું હતું કે ઝઘડિયા બસ ડેપોના કેટલાક ગામડાના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે ઘણા એવા વિદ્યાર્થીઓ ભણવા માટે ચાલતા જ અવરજવર કરતા હોય છે સરકાર પાસ આપી ને છૂટી જાય છે પણ બસ આપતી નથી આવું કેમ..? અગાઉ પણ નર્મદા જિલ્લામાં શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકી વિરોધ નોંધાવ્યો હતો ભરૂચ ડિવિઝન ના ડેપોમાં અંકલેશ્વર,જગડીયા,જંબુસર, રાજપીપળા અને ભરૂચ આ તમામ ડેપો ના વહીવટમાં વિદ્યાર્થીઓને તકલીફ જોવા મળે છે તો નિયામક શ્રી આ બાબતે કેવું ધ્યાન આપે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા, વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીનો કોઈ નિકાલ કરવામાં આવે છે કે નઈ તે તો આવનાર સમયમાં જોવા મળશે પરંતુ કાયમી ધોરણે વિદ્યાર્થીઓને અવરજવરની તકલીફ રહેશે તો કેવી રીતે અભ્યાસ કરશે જેથી આ વિદ્યાર્થીઓની માંગને જલ્દીથી પૂર્ણ કરવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે
ભરૂચ: ઝઘડિયાના રાજપારડી ખાતે વિદ્યાર્થીઓએ રસ્તા રોકો આંદોલન દ્વારા વિરોધ પ્રદર્શિત કર્યો,સમયસર એસ.ટી.બસ ન આવતી હોવાના આક્ષેપ
ભરૂચના ઝઘડિયા તાલુકાના વિદ્યાર્થીઓએ એક અરજી લખી ઝઘડિયા બસ ડેપોના વહીવટી તંત્ર પર આક્ષેપ કર્યા છે
