ભાડા વિધેયક બિલ 2026 નો જબરજસ્ત વિરોધ
જ્યુડિશિયલ સત્તા છીનવાતા વકીલોમાં ભારે રોષ
વકીલોએ કોર્ટ બહાર કરી ઉગ્ર નારેબાજી
વકીલોની હડતાળના કારણે કોર્ટ કામગીરી ઠપ
હજાર પક્ષકારો મુશ્કેલીમાં મૂકાયા
સુરતમાં ગુજરાત ભાડા વિધેયક બિલ 2026 સામે વકીલ આલમમાં ભારે આક્રોશ અને જબરજસ્ત વિરોધ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા ભાડા વિધેયક બિલ 2026નો સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે.
વકીલોનો મુખ્ય વાંધો એ વાતનો છે કે, નવા વિધેયક હેઠળ ભાડુઆત અને મકાનમાલિક વચ્ચેના તકરારી કેસોની સત્તા જ્યુડિશિયલ કોર્ટ પાસેથી આંચકીને કલેકટર અથવા મામલતદાર કચેરી જેવા એક્ઝિક્યુટિવ અધિકારીઓને સોંપી દેવામાં આવી છે. ન્યાયિક ક્ષેત્રમાંથી આ સત્તા છીનવાઈ જતાં સુરતના વકીલો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.
વકીલોની સતત હડતાળ અને કામગીરીથી અળગા રહેવાના નિર્ણયને પગલે કોર્ટમાં આવતા હજારો પક્ષકારો અને અસીલોને ભારે રઝળપાટ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
બીજી તરફ, આ સળગતા મુદ્દાનો સત્વરે ઉકેલ લાવવા માટે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા નાયબ મુખ્યમંત્રી સાથે એક મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ મિટિંગ યોજવામાં આવી હતી. આ રજૂઆત દરમિયાન નાયબ મુખ્યમંત્રી તરફથી વકીલો પ્રત્યે હકારાત્મક અભિગમ દર્શાવવામાં આવ્યો છે.
