ભરૂચ : જંબુસર નગરપાલિકામાં સફાઇ કામદાર વયનિવૃત્ત થતાં સન્માન કાર્યક્રમ યોજાયો

New Update
ભરૂચ : જંબુસર નગરપાલિકામાં સફાઇ કામદાર વયનિવૃત્ત થતાં સન્માન કાર્યક્રમ યોજાયો

જંબુસર નગરપાલિકામાં છેલ્લા 27 વર્ષથી સફાઇ કામદાર તરીકે સેવા આપતા સફાઈ સૈનિક કાન્તિ સોલંકી જેઓએ નિષ્ઠા અને સેવાભાવનાથી અવિરત પોતાની ફરજ બજાવી છે. તેઓ મિલનસાર સ્વભાવના હોય ફરજ દરમ્યાન લોકોના દિલ જીતી લીધા છે.

Advertisment

ફરજમાં વય મર્યાદા હોય જેથી જંબુસર નગરપાલિકામાંથી વયનિવૃત્ત થતા અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ જંબુસરના મંત્રી બાબુ સોલંકીની ઉપસ્થિતિમાં નગરપાલિકા કર્મચારી મંડળ દ્વારા નગરપાલિકા કચેરી ખાતે કાંતિ સોલંકીનું ફુલહાર તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

જંબુસર નગરપાલિકા ખાતે યોજાયેલ સન્માન કાર્યક્રમ દરમ્યાન પાલિકા ઉપપ્રમુખ ધર્મેશ પટેલ, ચીફ ઓફિસર રાહુલ ઢોળીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાજર અધિકારી પદાધિકારી દ્વારા વયનિવૃત્ત થતા કાન્તિ સોલંકી નીરોગી સ્વાસ્થ્ય રહે તથા સમાજ સેવા અને પરિવાર સાથે રહી દીર્ઘાયુ જીવન ગુજારે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલીકા સદસ્ય વિશાલભાઈ, રાજુભાઈ, જીગરભાઈ અને અલ્પેશભાઈ સહિત ભાવેશભાઈ તેમજ પાલિકામાં મહેકમ ક્લાર્ક ભીખાભાઈ, એએસઆઇ હિતેશભાઇ તથા કર્મચારીગણ તથા સફાઈ કામદારો હાજર રહ્યા હતા

Advertisment