-
ભરૂચ નગર સેવા સદન દ્વારા પ્રારંભ કરાયો
-
વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ
-
શહેરને વધુ હરિયાળુ બનાવવા કરાશે પ્રયત્નો
-
મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરાશે
-
વૃક્ષના જતનની જવાબદારી સોંપાશે
ભરૂચ: મહિલાઓની સક્રિય ભાગીદારીથી શહેર બનશે હરિયાળુ, વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ !
ભરૂચ નગર સેવા સદન દ્વારા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી શહેરને હરિયાળું બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે ગુજરાત | સમાચાર
ભરૂચ નગર સેવા સદન દ્વારા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી શહેરને હરિયાળું બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે
ભારત સરકારના “એક પેડ માં કે નામ” અભિયાન હેઠળ ગુજરાતમાં અમૃત મિશન તથા નેશનલ અર્બન લાઈવલિહુડ મિશન અંતર્ગત ‘વુમન ફોર ટ્રી’ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા આ કાર્યક્રમનો શુભારંભ પ્રમુખ વિભૂતિ યાદવના હસ્તે કરવામાં આવ્યો હતો.આ યોજનાનો હેતુ શહેરોમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો તથા મહિલાઓના સક્રિય સહભાગીદારી દ્વારા શહેરને હરિયાળું બનાવવાનો છે. મહિલા મંડળોને એકત્રિત કરી શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષોનું રોપાણ અને તેના જતન માટે જવાબદારી આપવામાં આવી છે. આ કામગીરી માટે નગરપાલિકા દ્વારા મહિલાઓને વળતર પણ ચૂકવવામાં આવશે.આ પ્રસંગે ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
