/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/30151246/maxresdefault-153.jpg)
ભરૂચ શહેરમાં પેવરબ્લોકથી બનેલાં પ્રથમ રસ્તાનું રવિવારના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ રસ્તો જયોતિનગર ટર્નિંગથી નર્મદા કોલોની સુધી બનાવવામાં આવ્યો છે.....
ચોમાસાના આગમનની ઘડીઓ ગણાય રહી છે ત્યારે નવા બનાવાયેલા રસ્તાઓનું લોકાર્પણ કરવામાં આવી રહયું છે. ભરૂચના પુર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતાં અને ખખડધજ બની ગયેલાં રસ્તાનું નવીનીકરણ કરાયું છે. આ રસ્તાને સિમેન્ટ- કોંક્રિટ ઉપરાંત પેવર બ્લોકથી બનાવવામાં આવ્યો છે. લાંબા સમયથી આ રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી હતી જેના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડતી હતી. આખરે રવિવારના રોજ રસ્તાને વાહનચાલકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો હાજર રહયાં હતાં. આ રસ્તો જયોતિનગર ટર્નિંગથી નર્મદા કોલોની સુધી બનાવવામાં આવ્યો છે અને શહેરનો પ્રથમ પેવરબ્લોકથી બનેલો રસ્તો છે....