ભરૂચ : પિચકારી અને રંગો વેચતા વેપારીઓની ખુશી બની "બેરંગ", જુઓ શું છે કારણ

New Update
ભરૂચ : પિચકારી અને રંગો વેચતા વેપારીઓની ખુશી બની "બેરંગ", જુઓ શું છે કારણ

કોરોના વાયરસ લોકોની સાથે તહેવારો ઉપર પણ કહેર વરસાવી રહયો છે. કોરોનાના કારણે હોળી અને ધુળેટીની ઉજવણીના રંગ ફીકો પડયો છે. પિચકારીઓ અને રંગોનું વેચાણ થશે કે કેમ તેની ચિંતા વેપારીઓને સતાવી રહી છે..

ભારતમાં કોરોના વાયરસ ના કારણે થયેલા લોકડાઉનને તાજેતરમાં જ એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે ફરી એક વખત કોરોના વાયરસ છે પોતાનું માથું ઉંચકી રહયો હોય તેમ જણાઈ રહ્યું છે. હોળી- ધુળેટી પહેલાં જ કોરોના વાયરસનું સંક્રમણ વધતાં સરકારે બંને તહેવારોની ઉજવણી પણ પાબંધી લાગી દીધી છે. મર્યાદિત લોકોની હાજરીમાં હોળી પ્રગટાવી શકાશે જયારે જાહેરમાં ધુળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. સરકારના આદેશની સૌથી વધારે અસર પિચકારી તથા રંગોનું વેચાણ કરતાં વેપારીઓ પર જોવા મળી રહી છે. ભરૂચમાં વેપારીઓએ પોતાના દુકાનોમાં રંગ , પિચકારી, ધાણી ,ખજૂર જેવી હોળી-ધુળેટીના તહેવારમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓના સ્ટોક કરી દીધો છે. ત્યારે સરકારે નવી ગાઇડલાઇન અને પરિપત્ર બહાર પાડી જાહેરમાં ધુળેટી રમવા પર પ્રતિબંધ લગાવી દેતા વેપારીઓમાં નિરાશા ફેલાવી દીધી છે.

Latest Stories