ભરૂચના શેરપુરાથી ઉમરાજ ગામને જોડતા માર્ગનું રુપૂયા 80 લાખના ખર્ચે નવીનિકરણ કરવામાં આવશે જેના કાર્યનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યુંહતું ભરૂચ ભોલાવ જિલ્લાપંચાયત બેઠક મત વિસ્તારમાં ઉમરાજ ખાતે શેરપુરાથી ઉમરાજ સુધીના નવા ડામર રોડની મંજુરી મળતા કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ડામર રોડનું રિસર્ફેસીંગ રૂપિયા ૮૦ લાખના ખર્ચે કરવામાં આવશે જેનું ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્યદંડક દુષ્યંત પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ માર્ગના નિર્માણથી શેરપુરા, ઉમરાજ, કાસદ,મહુધલા ગામના લોકોને સરળતા રહેશે .આ કાર્યક્ર્મમાં બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ: શેરપુરાથી ઉમરાજ સુધીના માર્ગનું રૂ.80 લાખના ખર્ચે કરાશે નવીનિકરણ
80 લાખના ખર્ચે નવીનિકરણ કરવામાં આવશે જેના કાર્યનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું
