ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

કિરણ સી.પટેલ મેડિકલ કોલેજ ખાતે આયોજન

વૃક્ષારોપાણ કરવામાં આવ્યું

આગેવાનો રહ્યા ઉપસ્થિત

3 હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ

ભરૂચ સ્થિત ડૉ.કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ  દ્વારા વિદ્યાર્થીઓની હોસ્ટેલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો

પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ભરૂચ બનાવવાના સંદેશ સાથે ભરૂચ સ્થિત ડૉ. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ  દ્વારા વિધાથીર્ઓની હોસ્ટેલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. KMCRIના સ્થાપક ડૉ.કિરણ સી.પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પૂજા-અર્ચના બાદ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સંસ્થા દ્વારા એક જ દિવસમાં 30 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ સાથે KMCRI દ્વારા વર્ષ 2030 સુધીમાં ભરૂચમાં 3,000 વૃક્ષો વાવવાનો મહત્વકાંક્ષી સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.કાર્યક્રમમાં KMCRIના ડાયરેક્ટર જીતુ પટેલ, CMD ડૉ. મિતેશ સી. શાહ,કોલેજના ડીન, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મેખિયા,મેડિકલ એડમિનિસ્ટ્રેટિવ ડૉ.પરાગ પંડ્યા સહિત સંસ્થાના આગેવાનો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.