ભરૂચમાં નવરાત્રીના પર્વની ઉજવણી

આઠમ નિમિત્તે આયોજન

સંતોષી માતા યુવક મંડળ દ્વારા આયોજન

ગરબા ગ્રાઉન્ડ પર પૂજન કરાયુ

કુંવરિકાઓનું કરાયુ પૂજન

ભરૂચમાં પ્રથમવાર ગરબા ગ્રાઉન્ડમાં નવદુર્ગા સ્વરૂપ કુંવારીકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. ભરૂચના શ્રી સંતોષી માતા યુવક મંડળ દ્વારા નવરાત્રીની અષ્ટમીના દિવસે નવદુર્ગા સ્વરૂપ કુંવારીકાઓનું પૂજન કરવામાં આવ્યું.

માતાઓ દ્વારા નવદુર્ગા સ્વરૂપ બાળાઓના પગ ધોઈ કંકુ વડે ચાંલ્લા કરી પુષ્પથી વધાવી આરતી કરી માં નવદુર્ગા ની આરાધના કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.

શ્રી સંતોષીમાતા યુવક મંડળ તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ પરેશ લાડ દ્વારા જણાવવામાં આવ્યું હતું  કે દિકરી એક શક્તિનું સ્વરૂપ છે અને આજે અમે પાવન અવસર પર દુર્ગાષ્ટમીને દિવસે માં નવદુર્ગા સ્વરૂપ કુંવારીકાઓનું પૂજન કરી  દેવીશક્તિના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી છે.