ભરૂચ : રંગમંચ છે સુના, કલાકારોને રોજી રોટીના ફાંફા, કોરોનાએ બગાડી હાલત

New Update
ભરૂચ : રંગમંચ છે સુના, કલાકારોને રોજી રોટીના ફાંફા, કોરોનાએ બગાડી હાલત

આજે વિશ્વ રંગમંચ દિવસ પણ કરોનાના કારણે ઉજવણીમાં રંગ દેખાયા ન હતાં. કલાકારો બેકાર બન્યાં છે તેવામાં ભરૂચમાં આંખોમાં આંસુ સાથે વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી કરાય હતી.

આજે 27 માર્ચ વિશ્વ રંગમંચ દિવસ…વિશ્વ રંગમંચ દિવસની ઉજવણીનો પ્રારંભ વર્ષ ૧૯૬૧માં આંતરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન દ્વારા કરવામાં આવ્યો હતો. વિશ્વના અનેક નાટ્ય પ્રેમીઓ અને કલાકારોએ આ પરંપરાને જાળવી રાખી છે. કોરોના કાળમાં રંગમંચ પણ સુના પડ્યા છે અને ટાઉનહોલ બંધ પડ્યા છે કલાકારો પણ ઇચ્છી રહ્યા છે કે હવે કોરોના જાય તો સારું…જેથી રંગમંચ પુનઃ ધબકતું થાય…આજે 27 માર્ચ વિશ્વ રંગમંચ દિવસ કોરોનાકાળના પગલે ઉજવણી ફીકી બની છે, ભરૂચના જાણીતા નાટય આર્ટીસ્ટ,લેખક, સાહિત્યકાર, ફિલ્મકાર, તરુણ બેંકરે આજના વિશ્વ રંગમંચ દિવસે જણાવ્યું હતું કે કોરોનાકાળમાં રંગમંચ બંધ પડતા કલાકારોને કામ મળતું બંધ થયું છે અને કલાકારો બેરોજગાર બન્યા છે.ત્યારે કલાકારો વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી આંખમાં આંસુ સાથે કરી રહ્યા છે. ગત વર્ષે પણ કોરોના હોવાથી બીજી વખત રંગમંચ દિવસની ઉજવણી ફીકી બની છે.

Latest Stories