ભરૂચના આમોદનો બનાવ

આમોદના નાહીયેર ગામનો બનાવ

સ્વામિનારાયણ વિદ્યામંદિરમાં ચોરી

રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર

પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના આમોદ તાલુકાના નાહિર ગામે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યામંદિરમાં તસ્કરો ત્રાટકયા હતા અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ભરૂચના આમોદ તાલુકાના નાહીયેર ગામે આવેલા સ્વામિનારાયણ વિદ્યામંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે તસ્કરોએ શાળામાં પ્રવેશ કરી તોડફોડ મચાવી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.તસ્કરોએ શાળામાં રહેલા કમ્પ્યુટર, લેપટોપ અને પ્રિન્ટરને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

ચોરીની ઘટનાને પગલે શાળા સંચાલકોમાં ચકચાર મચી ગઈ હતી.મહત્વનું છે કે સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા સાથે જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી સંકળાયેલા છે.ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે તસ્કરો સુધી પહોંચવા માટે તપાસના વિવિધ પાસાઓ પર કામગીરી હાથ ધરી છે.