ભરૂચ : કારના માલિકને માવો પડયો 80 હજાર રૂપિયાનો, જુઓ શું છે ઘટના

New Update
ભરૂચ :  કારના માલિકને માવો પડયો 80 હજાર રૂપિયાનો, જુઓ શું છે ઘટના

ભરૂચના એબીસી સર્કલ પાસે આનંદ રેસટોરન્ટ નજીક કારમાંથી 80 હજાર રૂપિયાની ચીલઝડપના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે દક્ષિણ ભારતની ત્રીચી ગેંગના ત્રણ સાગરિતોની ધરપકડ કરી છે.

ભરૂચના જીએનએફસી રોડ પર ત્રણ દિવસ પહેલાં એક યુવાન તેની કાર રોડ પર પાર્ક કરીને માવો લેવા ગયાં હતાં. તે વેળાં તેમની કારમાંથી કોઇ ગઠિયાએ 80 હજાર રૂપિયા ભરેલી બેગ ચોરી કરી ગયાં હતાં. ઘટનામાં ભરૂચ સી ડિવિઝન પોલીસે નેત્રંમ પ્રોજેક્ટ અંતર્ગત લગાવયેલાં સીસીટીવીના ફૂટેજના આધારે ગઠિયાઓની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી હતી. જેમાં બે બાઇક પર ચાર શખ્સોએ આવી કારસાને અંજામ આપ્યો હોવાનું માલુમ પડ્યું હતું.

બાઇકના નંબરના આધારે તપાસ કરતાં બાઇકના માલિકે થોડા દિવસ પહેલાં જ તમીલનાડુના એક શખ્સને વેચી હોવાનું જણાવતાં ટીમે તેના સગડ મેેળવતાં ટોળકીના 3 સાગરીતો સુભ્રમણ્યમ સુગૈયાન ત્રીપદી નાયડુ, દિપક નાગરાજ રાજુ નાયડુ તેમજ રમેશ સુરેશ નાયડુ પોલીસના હાથે ઝડપાઇ ગયાં હતાં. તેમની પ્રાથમિક પુછપરછમાં તેઓએ કબુલાત કરી હતી કે, તેમણે ભરૂચમાં 3, અંક્લેશ્વરમાં 2, નવસારીમાં 1 અન કામરેજ ખાતે 1 એમ કુલ 7 જેટલી ચીલઝડપની ઘટનાઓને અંજામ આપ્યો હતો.