ભરૂચ એલસીબીની ટીમે નવી વસાહત વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીમાં સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી. આ ગુનામાં કુખ્યાત સિકલીગર ગેંગની સંડોવણી સામે આવી હતી. આમોદમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એલસીબીની ટીમે સરભાણ ચોકડી નજીકથી શેરશીંગ ઉર્ફે સતનામ બચ્ચનશીંગ સિકલીગરને ઝડપી પાડ્યો હતો.
પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના સાળા ગબ્બરશીંગ સાથે મળીને ભરૂચમાં બંધ મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરીઓ કર્યાની કબૂલાત કરી હતી. ચોરી દરમિયાન મળેલા દાગીના ગબ્બરશીંગ લઈ ગયો હોવાનું અને રોકડ રકમ પોતે રાખી હોવાનું પણ સામે આવ્યું હતું.પોલીસે આરોપીના કબ્જામાંથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી બાઇક, મોબાઇલ અને રોકડ મળી કુલ ₹57 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
