/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/19125852/WhatsApp-Image-2020-07-19-at-12.43.45-PM-1-e1595143741481.jpeg)
ભરૂચ જિલ્લાના જંબુસરના અણખી ગમે ૭૧મા વન મહોત્સવ ઉજવણી અંતર્ગત વૃક્ષ રથ પ્રારંભ કરી વિનામૂલ્યે વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સરકાર દ્વારા જુલાઇ માસમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે વન મહોત્સવ થકી દરેક જગ્યાએ વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરવામાં આવે છે તે અંતર્ગત ૭૧મા વન મહોત્સવ ૨૦૨૦ની ઉજવણીના ભાગરૂપે સામાજિક વનીકરણ વિભાગ જંબુસર દ્વારા વૃક્ષ રથની શુભ શરૂઆત જંબુસર તાલુકાના અણખી ગામે ગાંધી આશ્રમથી રૂટ નંબર ૧૦ ને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ જંબુસર તાલુકાના વિવિધ ગામોમાં ફરી વનીકરણ વધે તે હેતુથી વિનામૂલ્યે વૃક્ષોના રોપાનું વિતરણ કરાશે અણખી ગામે યોજાયેલા કાર્યક્રમમાં કોવિડ-૧૯ના નિયમોનું પાલન કરી ઉપસ્થિત સૌને વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો વૃક્ષ એ જીવન સહિત વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં અણખી સરપંચ, જંબુસર રેન્જ ઓફિસર અનિલભાઇ, વિક્રમભાઇ, ગામ અગ્રણી ભોલાભાઇ પટેલ, ઇકો ક્લબના કન્વીનર કમલેશભાઇ પટેલ, સહિત તાલુકા પ્રમુખ બાલુભાઇ તાલુકા અગ્રણી પિન્ટુભાઇ, અણખી શાળા હાઈસ્કૂલના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.