ભરૂચ: કોરોનના કહેર વચ્ચે અઘોષિત કરફ્યુનો અમલ, જુઓ બજારોનો શું છે માહોલ

New Update
ભરૂચ: કોરોનના કહેર વચ્ચે અઘોષિત કરફ્યુનો અમલ, જુઓ બજારોનો શું છે માહોલ

સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જીલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે ભરૂચમાં અઘોષિત કરફ્યુનો અમલ જોવા મળી રહ્યો છે. કોરોનાનું વધતું સંક્રમણ અટકાવવાના ભાગરૂપે વેપારીઓએ જાતે જ પોતાની દુકાન બંધ રાખી સ્વયંભૂ રીતે કરફ્યુનો અમલ કર્યો હતો.

સમગ્ર રાજ્ય સાથે ભરૂચ જીલ્લામાં પણ કોરોનાની ઘાતક લહેર જોવા મળી રહી છે અને મૃત્યુયાંક ખુબ જ ચિંતાજનક રીતે આગળ વધી રહ્યો છે ત્યારે ગતરોજ સી.એમ.વિજય રૂપાણીએ રાજ્યની જનતાને સંબોધન કર્યું હતું જેમાં તેઓએ શહેરના વેપારીઓને પણ બજારો અને દુકાનો બંધ રાખવા અપીલ કરી હતી જેના ભાગરૂપે ભરૂચમાં વેપારીઓએ જાણે અઘોષિત કરફ્યુનો અમલ કર્યો હતો અને મોટાભાગની દુકાનો બંધ રાખી હતી. ગતરોજ સી.એમ.ની જાહેરાત બાદ ભરૂચ વહીવટી તંત્ર દ્વારા પણ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જો કે તેમાં કરફ્યુ અંગેનો કોઈ સત્તાવાર ઉલ્લેખ ન હોય વેપારીઓ અસમંજસ હોય તેઓએ સ્વયં ભૂ રીતે જ કરફ્યુ પાળ્યો હતો અને દુકાન તેમજ માર્કેટ બંધ રાખ્યા હતા.

Latest Stories