ભરૂચના હાંસોટના ઇલાવ ગામે આયોજન
વિદ્યાર્થીઓને યુનિફોર્મનું કરાયુ વિતરણ
484 વિદ્યાર્થીઓને યુનિફોર્મ અપાયા
હેમલતાબેન ચેરીટેબલ ટ્રસ્ટનું સેવાકાર્ય
શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત
ભરૂચના હાંસોટના ઇલાવ ગામના આદર્શ કેળવણી મંડળ સંચાલિત સ્વ. અલકાબેન એસ. વૈદ્ય પ્રાથમિક શાળા અને આર. કે. વકીલ હાઈસ્કૂલના કુલ 484 વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો
ભરૂચના હાંસોટના ઇલાવ ગામના આદર્શ કેળવણી મંડળ સંચાલિત સ્વ. અલકાબેન એસ. વૈદ્ય પ્રાથમિક શાળા અને આર. કે. વકીલ હાઈસ્કૂલના કુલ 484 વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ અને ટ્રેક શૂટ વિતરણ કાર્યક્રમનું આયોજન કે. એમ. ચોક્સી, હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટના કેસરીમલ શાહના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં કંટવા હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય પ્રવિણસિંહ સોલંકી, સોમેશ્વર મહાદેવ મંદિરના પૂજારી મોતીગર ગોસ્વામીજી, મંડળના પ્રમુખ તુષાર પટેલ, સેક્રેટરી ભગવતીભાઈ પટેલ, મંડળના સલાહકાર રાજેન્દ્રસિંહ કઠવાડિયા,આર.કે.વકીલ હાઈસ્કૂલના આચાર્ય ધર્મેશ જોશી, પ્રાથમિક વિભાગના આચાર્ય જયેશ પટેલ અનવ શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આગેવાનોના હસ્તે વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કરાયુ હતું.આ પ્રસંગે કેસરીમલ શાહના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધાઓ સાથે જરૂરી સામગ્રી પૂરી પાડવાના આ સેવાભાવી પ્રયાસને ઉપસ્થિત સૌએ બિરદાવ્યો હતો.
