અંકલેશ્વરમાં વિશેષ અભિયાન

સરહદે તૈનાત જવાનો માટે રાખડી મોકલાય

રક્ષાબંધન નિમિત્તે વિશેષ અભિયાન

છેલ્લા 6 વર્ષથી અભિયાન ચલાવવામાં આવે છે

અનેક બહેનો અભિયાનમાં જોડાય

અંકલેશ્વરથી ભારતની સરહદના વીર જવાનો માટે એમની રક્ષાની કામના સાથે રાખડીઓ મોકલવામાં આવી છે. છેલ્લા 6 વર્ષથી અંકલેશ્વરથી આ સુંદર અભિયાન શરૂ થયું છે.

રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે દેશની સરહદ પર દિવસ-રાત તૈનાત રહી દેશની રક્ષા કરતા વીર જવાનો માટે અંકલેશ્વરથી રાખડીઓ મોકલવામાં આવી છે. છેલ્લા છ વર્ષથી અંકલેશ્વરમાં આ સુંદર અને દેશભક્તિપૂર્ણ અભિયાન અંતર્ગત અનેક બહેનો જોડાઈ રહી છે.વડોદરાના નિવૃત્ત શિક્ષક સંજય બચ્છાવેએ વર્ષ 2015માં આ અભિયાનની શરૂઆત કરી હતી. માત્ર 75 રાખડીઓથી શરૂ થયેલું આ અભિયાન આજે 68 હજારથી વધુ રાખડીઓ સુધી વિસ્તર્યું છે. દેશના વિવિધ શહેરો ઉપરાંત વિદેશમાં વસતી બહેનો પણ આ અભિયાનમાં જોડાઈ રહી છે.અંકલેશ્વરમાં સંજય બચ્છાવના માર્ગદર્શન હેઠળ અશ્વિન ભીખુભાઈ પટેલ અને ભાવિની અશ્વિનભાઈ પટેલ છેલ્લા છ વર્ષથી આ અભિયાન સાથે જોડાયેલા છે. અંકલેશ્વરની અનેક બહેનો વીર જવાનો માટે રાખડીઓ મોકલીને દેશ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી રહી છે.આ રાખડીઓ કારગિલ, સિયાચીન, અરુણાચલ પ્રદેશ અને ગલવાન ખીણ સહિત દેશની વિવિધ સરહદો પર તૈનાત જવાનો સુધી પહોંચાડવામાં આવે છે.પોસ્ટ વિભાગની મદદથી રાખડીઓ સરહદ પર મોકલવામાં આવશે. અંકલેશ્વરની શ્રીજી વિદ્યાલય ખાતે રાખડીઓ એકત્ર કરીને જમા કરાવી શકાય છે.