ભરૂચ : યુનિયન સ્કૂલ ખાતે સિનિયર સીટીઝન માટે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

New Update
ભરૂચ : યુનિયન સ્કૂલ ખાતે સિનિયર સીટીઝન માટે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

ભરૂચ જીલ્લામાં આરોગ્ય શાખા અને સંકલ્પ ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે વોર્ડ નં.11 માં સિનિયર સીટીઝન માટે વિનામુલ્યે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોરોના મહામારીમાં એક તરફ કેસોમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ તંત્ર દ્વારા પણ હવે વેકસીનેશનના દરમાં વધારો કરાયો છે. ભરૂચની યુનિયન સ્કૂલ ખાતે રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું. જેના ઉદઘાટન સમારંભમાં પાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. હાલમાં સરકાર તરફથી 60 વર્ષ કે તેથી વધુ ઉમંરના વયસ્કોને રસી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત 45 વર્ષ કે તેથી વધારે ઉમંરના રોગગ્રસ્ત વ્યકતિઓનું રસીકરણ કરવામાં આવી રહયું છે. હવે ભરૂચ સહિત રાજયમાં કોરોનાના કેસ વધી રહયાં છે ત્યારે રસીકરણની માત્રા વધારી દેવામાં આવી છે.

Latest Stories