ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જન્મદિવસની સેવા વસ્તીના બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે બાળકોને હેપ્પીનેસનું વિતરણ કરાયું હતું

ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જન્મદિવસ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. દુધધારા ડેરી નજીક આવેલી સેવા વસ્તીમાં બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી ખુશીની પળો વહેંચવામાં આવી હતી.જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે બાળકો સાથે કેક કટિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સેવા વસ્તીનાં બાળકોને હેપ્પીનેસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલના માધ્યમથી બાળકોના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપની કારોબારી સમિતિના સભ્ય મારૂતિસિંહ અટોદરીયા, ભાજપના આગેવાન ધર્મેશ મિસ્ત્રી, ઋષભ પટેલ સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આમ, જન્મદિવસની ઉજવણીને સેવાકાર્ય સાથે જોડીને બાળકો સાથે ખુશીની પળો વિતાવવામાં આવી હતી.