ભરૂચના બંબાખાના વિસ્તારમાં રૂપિયા 22 લાખના ખર્ચે નિર્માણ પામેલ શિવાજી મહારાજની પ્રતિમા અને સર્કલનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

ભરૂચના બંબાખાના વિસ્તારમાં દહેજ સ્થિત GFL કંપનીના સહયોગથી રૂ. 22 લાખના ખર્ચે નિર્માણ પામેલી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા અને સર્કલનું લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ લોકાર્પણ સમારોહમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પ્રકાશ મોદી, ધર્મેશ મિસ્ત્રી તથા GFL કંપનીના સુનિલ ભટ્ટ સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.GFL કંપનીના સહયોગથી તૈયાર કરવામાં આવેલી શિવાજી મહારાજની પ્રતિમા અને સર્કલના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કામગીરી પાછળ રૂ. 22 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.આ સર્કલથી ભરૂચ શહેરની શોભામાં અભિવૃદ્ધિ થશે