ભરૂચ : યુનાઇટેડ મર્ચન્ટ એસો. દ્વારા કતોપોર પોલીસ ચોકીમાં નવી કચેરીનું નિર્માણ, પોલીસ અધિકારીઓના હસ્તે કરાયું ઉદ્ઘાટન

New Update
ભરૂચ : યુનાઇટેડ મર્ચન્ટ એસો. દ્વારા કતોપોર પોલીસ ચોકીમાં નવી કચેરીનું નિર્માણ, પોલીસ અધિકારીઓના હસ્તે કરાયું ઉદ્ઘાટન

ભરૂચ શહેર કતોપોર બજાર યુનાઇટેડ મર્ચન્ટ એસોસીએશન દ્વારા પશ્વિમ વિસ્તારની કતોપોર બજાર પોલીસ ચોકીમાં નિર્માણ પામેલ નવી કચેરીનું પોલીસ અધિકારીઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

publive-image

ભરૂચની કતોપોર બજાર પોલીસ ચોકીમાં કતોપોર બજાર યુનાઇટેડ મર્ચન્ટ એસોસીએશનના સભ્ય અને વેપારીઓ દ્વારા પોલીસ અધિકારીઓને પોતાની ફરજના કામકાજ અર્થે બેસવા માટે એક નવી કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે કતોપોર બજાર પોલીસ ચોકી ખાતે નવી કચેરીના ઉદ્ઘાટન પ્રસંગે બી’ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિત ફેમીદા પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે કતોપોર બજાર યુનાઇટેડ મર્ચન્ટ એસોસીએશનના પ્રમુખ ઇમ્તિયાઝ પટેલ, અમીન કલેક્શનવાલા તેમજ મોટી સંખ્યામાં એસોસીએશનના સભ્યો સહિત વેપારી મિત્રો હાજર રહ્યા હતા. કતોપોર બજાર પોલીસ ચોકીની કચેરીના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનોનો કતોપોર બજાર યુનાઇટેડ મર્ચન્ટ એસોસીએશનના પ્રમુખ ઇમ્તિયાઝ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.

Latest Stories