
ભરૂચ: સબજેલમાંથી મોબાઇલ મળી આવતા ખળભળાટ, બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો
ભરૂચ જિલ્લા સબ જેલ ખાતે અમદાવાદની ઝડતી સ્કવોર્ડ દ્વારા કરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન જેલના શૌચાલયના પોખરામાંથી બિનવારસી હાલતમાં એક મોબાઈલ ફોન મળી આવતા જેલ તંત્રમાં ચકચાર મચી જવા પામી હતી. સમાચાર
ભરૂચ જિલ્લા સબ જેલ ખાતે અમદાવાદની ઝડતી સ્કવોર્ડ દ્વારા કરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન જેલના શૌચાલયના પોખરામાંથી બિનવારસી હાલતમાં એક મોબાઈલ ફોન મળી આવતા જેલ તંત્રમાં ચકચાર મચી જવા પામી હતી. ચેકિંગ દરમિયાન મળેલા મોબાઈલ ફોનને કબજે લઈ તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
જેલમાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણીના ભાગરૂપે અમદાવાદની ટીમ દ્વારા સબ જેલમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન શૌચાલય વિસ્તારના પોખરામાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ફોન કોણે ઉપયોગમાં લીધો હતો અને જેલની અંદર કેવી રીતે પહોંચ્યો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.આ સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ જેલના સીસીટીવી ફૂટેજ તેમજ કેદીઓ અને જેલ સ્ટાફની પૂછપરછ પણ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
