ભરૂચ: આરોગ્ય વિભાગ દ્વારા વયસ્ક નાગરિકો માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું

New Update
ભરૂચ: આરોગ્ય વિભાગ દ્વારા વયસ્ક નાગરિકો માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું

ભરૂચમાં કોરોનાનો કહેર વધી રહયો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વયસ્ક નાગરિકો માટે વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

સમગ્ર રાજ્ય સાથે ભરૂચ જીલ્લામાં પણ કોરોનાનો કહેર વધી રહયો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની ઝડપ વધારવામાં આવી છે. આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 3માં આવેલ નિર્મળ ગંગા હોલ ખાતે વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વયસ્ક નાગરિકોને રસી મૂકવામાં આવી હતી.સરકારે નક્કી કરેલ નિયમો મુજબ તમામ લોકો રસીકરણમાં ભાગ લે એવી અપીલ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે.  

Latest Stories