ભરૂચ: વેક્સિન જ કોરોના સામે કવચ છે, જો માનવામાં ન આવે તો કોવિડ સ્મશાનની આ વિગત વાંચી લેજો

New Update
ભરૂચ: વેક્સિન જ કોરોના સામે કવચ છે, જો માનવામાં ન આવે તો કોવિડ સ્મશાનની આ વિગત વાંચી લેજો
Advertisment

વેક્સિન કોરોના સામે મજબૂત કવચ હોવાના સરકાર સહીત વેક્સિન નિર્માતાઓ દાવા કરી રહ્યા છે તો સામે કેટલાક લોકો પ્રશ્નો પણ ઉઠાવી રહ્યા છે. આ તમામ વચ્ચે વેક્સિન અસરદાર હોવાના સબળ પુરાવા મળ્યા છે. ભરૂચ કોવીડ સ્મશાને કરેલા એક સર્વેક્ષણમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે.

Advertisment

કોરોના વેક્સિનની અસરકારકતા મૃત્યુનું જોખમ ઘટાડે છે અને સંક્રમણની ગંભીર અસરને નહિવત બનાવે છે. હજુ ઘણા લોકોએ એવા છે જે વેક્સિન લેતા હિચકિચાટ અનુભવે છે. આ લોકોનો ડર કે ગેરસમજ ભરૂચ કોવીડ સ્મશાને જાહેર કરેલા માહિતી દૂર કરી દેશે. ભરૂચ સ્થિત સ્પેશિયલ કોવિડ સ્મશનના સંચાલક ધર્મેશ સોલંકીએ કોરોના સ્મશાનની શરૂઆતથી આજ દિનસુધી જેટલા પણ મૃતદેહની અંતિમક્રિયા કરાઈ છે તે દર્દીઓને લગતી માહિતીઓનો ડેટાબેઝ તૈયાર કર્યો છે. એપ્રિલ મહિનાની શરૂઆત સાથે કોરોનના બીજા સ્ટ્રેઇનની ગંભીર અસરો દેખાવા માંડી હતી.

ગુજરાતમાં કોરોનના આ અજગરી ભરડામાં ભરૂચ પણ બાકાત રહ્યું ન હતું અને રોજના સરેરાશ 4-5 મોતના આંકડાઓ 30 એપ્રિલે મહત્તમ 58 સુધી પહોંચી ગયા અને હાલત એ બન્યા કે સ્મશાનને ત્રણ ગણું મોટું બનાવવાની ફરજ પડી છે.ભરૂચ કોવીડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીના જણાવ્યા અનુસાર, તેમણે સ્મશાનમાં અત્યાર સુધીમાં લગભગ 877 જેટલા મૃતકોની અંતિમક્રિયા કરી છે. સેકન્ડ સ્ટ્રેઇનના મૃતકોના ડેટાબેઝમાં ધર્મેશે વેક્સિનની એક કોલમ ઉમેરી હતી. 30 એપ્રિલ સુધીના ડેટા એકત્રિત કરી જયારે વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી.

મૃત્યુ પામેલા 877 મૃતકોમાં માત્ર 10 લોકો એવા હતા જેમણે બે વેક્સીન લીધી હતી. જો ટકાવારી જોવામાં આવે તો આ આંકડો 98.85 ટકા જેટલો થાય છે. એટલે એમ કહી શકાય કે મૃતકો પૈકી માત્ર 1.14 લોકોએ પોતાના વેક્સિનના બે ડોઝ પુરા કર્યા હતા જોકે ઇમ્યુનીટી બનવા માટે જરૂરી બીજી વેક્સીન પછ 14 દિવસનો સમયગાળો પૂરો થયો હતો કે નહિ તેની કોઈ માહિતી સામે આવી નથી.કોવીડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે માત્ર 10 લોકોએ જ વેક્સિનના ડોઝ લીધા છે મહત્તમ લોકોએ વેક્સિન લીધી નથી જેઓ મૃત્યુ પામ્યા છે.