ભરૂચમાં નવરાત્રીના પર્વની ઉજવણી

સેવાયજ્ઞ સમિતિ દ્વારા અનોખી ઉજવણી

ગરબાનું કરાયુ આયોજન

નિરાધાર દર્દીઓએ લીધો ભાગ

માતાજીની કરી આરાધના

ભરૂચની સેવાયજ્ઞ સમિતિમાં આશ્રય લેતા નિરાધારોએ ગરબે ઘૂમી નવરાત્રીમાં માતાજીની આરાધનામાં લીન બન્યા હતા.જ્ઞાતિ-જાતિના ભેદભાવથી પર રહીને માનવસેવાનો ઉત્તમ દીપ પ્રજ્વલિત કરતી ભરૂચની ‘સેવાયજ્ઞ સમિતિ’ ખાતે આશ્રય લઈ રહેલા 250થી વધુ નિરાધાર લોકોએ મા અંબાની આરાધના કરી નવલી નવરાત્રીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી.

​જનરલ હોસ્પિટલ ભરૂચના પાછળના ભાગે આવેલ સમિતિના કેમ્પસમાં પરિવારથી વિખુટા પડેલા, અકસ્માતનો ભોગ બનેલા, પરિવારજનો દ્વારા તરછોડાયેલા અને બિનવારસી ગરીબ આશ્રયાર્થીઓએ મા નવદુર્ગાની ભાવપૂર્વક આરતી ઉતારી હતી ત્યારબાદ તમામ લોકો ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા જેમાં સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકો પણ જોડાયા હતા. ગરબાના તાલ અને ઉત્સવના ઉમંગ વચ્ચે આ નિરાધાર લોકો ક્ષણભર માટે પોતાના જીવનના તમામ દુઃખ-દર્દ ભૂલી ગયા હતા.