-
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન
-
એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું
-
સરેરાશ 70 ટકા મતદાન થયું હોવાની શક્યતા
-
EVM મશીનોમાં ઉમેદવારોનું ભાવિ સીલ થયું
-
તા. 28 એપ્રિલ મંગળવારે યોજાશે મત ગણતરી
ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બપોરે 3 કલાક સુધી 4 પાલિકામાં સરેરાશ 50 અને જિલ્લા તેમજ 9 તાલુકા પંચાયતમાં 59 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેને જોતા પાલિકાઓમાં મતદાનનો આંક 70 અને પંચાયતમાં 80 % ને પાર કરે તેવી શક્યતાઓ છે.બપોરે 3 વાગ્યા સુધીમાં ભરૂચ જિલ્લા પંચાયતમાં 58.51 ટકા મતદાન થયું અને જિલ્લાની 9 તાલુકા પંચાયતમાં સરેરાશ 58.41 % ઉપર મતદાન નોંધાઇ ચૂક્યું છે.
ભરૂચ પાલિકામાં 11 વોર્ડમાં કુલ 46.34 ટકા મતદાન થયું છે. અંકલેશ્વર પાલિકાના 9 વોર્ડમાં કુલ 53.42 ટકા , જંબુસર પાલિકાના 7 વોર્ડમાં કુલ 54.34 ટકા અને આમોદ પાલિકાના 6 વોર્ડમાં કુલ 68.89 ટકા મતદાન નોંધાયું છે.ભરૂચ જિલ્લા પંચાયત – નવેય તાલુકા પંચાયત તથા ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ પાલિકાની ચૂંટણીમા મતદાન મથકોએ વહેલી સવારથી જ મતદાતાઓનો ઘસારો જોવા મળયો હતો. જોકે આકરી ગરમીએ બપોરે મતદારોમાં ઓટ લાવી હતી. લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં વિવિધ વિસ્તારોમાં યુવાનો , મહિલાઓ, વૃધ્ધો સૌએ મતદાન કરી ગૌરવ અનુભવ્યું હતું.
બપોરે 3 કલાક સુધીમાં 4 પાલિકામાં સરેરાશ મતદાન 50 તકા અને પંચાયતોમાં 59 ટકા આસપાસ રહેતા કુલ મતદાન 70 થી 80 ટકા જેટલું રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ભરૂચ પાલિકામાં મતદાનની ટકાવારી સૌથી ઓછી રહી હતી, જ્યારે આમોદમાં બમ્પર મતદાન નોંધાયું હતું. તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ આદિવાસી તાલુકાઓમાં મતદાનની ટકાવારી ઊંચી રહી હતી.
