ભરૂચ : વાગરાના મામલતદારે વેપારીને માર્યો તમાચો, વિડીયો થઇ રહયો છે વાયરલ

New Update
ભરૂચ : વાગરાના મામલતદારે વેપારીને માર્યો તમાચો, વિડીયો થઇ રહયો છે વાયરલ

વિડીયોમાં ચશ્મા અને ટી-શર્ટ પહેરલા વ્યકિત ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મામલતદારનો છે. કોરોનાના વધી રહેલાં કેસોના કારણે સરકારે લોકોને માસ્ક ફરજિયાત પહેરવા આદેશ કર્યો છે અને આ આદેશનું પાલન કરાવવાની જવાબદારી અધિકારીઓ તેમજ કર્મચારીઓના માથે નાંખવામાં આવી છે. માસ્કના નામે હેરાનગતિ થતી હોવાની ફરિયાદો તમે વારંવાર સાંભળી હશે. હવે વાત કરીએ વાગરાના મામલતદારની..

મામલતદાર તેમની ટીમ સાથે દુકાનોમાં ચેકિંગ માટે નીકળ્યાં હતાં. ચેકિંગ દરમિયાન મામલતદાર એક દુકાનમાં પહોંચે છે અને વેપારીની પુછપરછ કરે છે. વેપારીએ માસ્ક પહેર્યું હોવા છતાં મામલતદાર કોઇ વાતે ગુસ્સે થઇ ગયાં અને વેપારીને સણસણતો તમાચો મારી દીધો. આ સમયે વેપારીની પત્ની પણ દુકાનમાં હાજર હતી. મામલતદારે મહિલાની પણ ઇજજત ન રાખી અને પત્નીની સામે પતિને અપશબ્દો બોલવા લાગ્યાં હતાં. કરિયાણાની દુકાન ધરાવતા ઓમ પ્રકાશને તમાચો મારી મામલતદાર શું સાબિત કરવા માંગતાં હતાં તે સમજાતું નથી. તેમને વેપારીને તમાચો મારવાની સત્તા કોણે આપી તે પણ એક સવાલ છે. હવે સાંભળીએ મામલતદારના રોષનો ભોગ બનેલાં વેપારીની વ્યથા..

Latest Stories