ભરૂચ જિલ્લામાં સતત વરસતા વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. આમોદ–વાગરા મુખ્ય માર્ગ પર ભુવા ગામ પાસે વરસાદી પાણી ભરાતા એક ટેન્કર પાણીમાં ફસાઈ ગયું હતું.ભૂખી ખાડીના પાણી મુખ્યમાર્ગ પર ફરી વળતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.વાગરાથી વાયા બુવા આમોદ વચ્ચેનો સંપર્ક કપાય ગયો છે.