ઉધના સ્ટેશન પર વતન જતા મુસાફરોની ભારે ભીડ

ઉત્તર ભારત તરફ જતા શ્રમિકોનો અવિરત ધસારો  

ભીડને પહોંચી વળવા તંત્ર સજ્જ થયું

ઉત્તર પ્રદેશ અને બિહાર માટે 9 જેટલી વિશેષ ટ્રેનો દોડાવાશે

ઉધના રેલવે સ્ટેશન ખાતે યાત્રી સુવિધા કેન્દ્ર શરૂ કરાયું

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જવા ઈચ્છતા મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ટેક્સટાઇલ અને ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરતા ઉત્તર પ્રદેશ અને બિહારના મુસાફરો મોટી સંખ્યામાં પોતાના વતનની વાટ પકડી રહ્યા છે.

દિવાળી અને લોકઆસ્થાના મહાપર્વ છઠ્ઠ પૂજાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જવા ઈચ્છતા મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ટેક્સટાઇલ અને ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરતા ઉત્તર પ્રદેશ અને બિહારના મુસાફરો મોટી સંખ્યામાં પોતાના વતનની વાટ પકડી રહ્યા છે.

સ્ટેશન પર વધતી જતી આ ભારે ભીડને પહોંચી વળવા માટે રેલવે પ્રશાસન દ્વારા આજે ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી 9 જેટલી વિશેષ ટ્રેનો દોડાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 31મી ઓક્ટોબરની  સાંજથી જ એક પછી એક સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન પૂરજોશમાં શરૂ કરી દેવાયું છે, જેથી ભીડને સમયસર નિયંત્રિત કરી શકાય અને મુસાફરી સુગમ બની રહે.

મુસાફરોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ઉધના રેલવે સ્ટેશન ખાતે ખાસ ‘યાત્રી સુવિધા કેન્દ્ર’ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પુરુષો અને મહિલાઓ માટે અલગથી સ્વચ્છ શૌચાલય, બાથરૂમ અને વોશ બેસિન જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. સતત ટ્રેનોનું આયોજન થવાથી મુસાફરોની સાથે-સાથે રેલવે તંત્રને પણ મોટી રાહત અનુભવાઈ રહી છે.