ભરૂચ : મહાત્મા ગાંધી રોડ પર ઢાલ પાસે પાઇપ ફાટી જતાં પાણીનો થયો વ્યય

New Update
ભરૂચ :  મહાત્મા ગાંધી રોડ પર ઢાલ પાસે પાઇપ ફાટી જતાં પાણીનો થયો વ્યય

ભરૂચ નગરપાલિકા પાણીના મુદે ફરી વિવાદમાં આવી છે. નગરપાલિકાના માથે સરદાર સરોવર નર્મદા નિગમનું 25 કરોડ રૂપિયાનું દેવું હોવાના આક્ષેપો થઇ રહયાં છે તેવામાં હવે પાઇપલાઇનોમાં ભંગાણ પડી રહયાં છે. બુધવારે ઢાલ વિસ્તારમાં પાઇપલાઇનમાં ભંગાણથી રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં.

ભરૂચના ઢાલ નજીક ફાટા તળાવ તરફ જવાના માર્ગ ઉપર ભરૂચ નગરપાલિકાની પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું.  જેના કારણે સવારથી જ સતત પાણી વહેતું થયું હતું. પાણી જાહેર માર્ગો પર ફેલાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો પાઇપલાઇનમાંથી લીકેજ થઇ રહેલું પાણી છેક ફાટા તલાવ સુધી પહોંચી ગયું હતું. પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હોવાની જાણ ભરૂચ નગરપાલિકાને કરવામાં આવતા પાલિકાના અધિકારીઓએ સ્થળ પર દોડી આવી પાણી બંધ કરાવી તાત્કાલિક ભંગાણ સર્જાયેલી પાઇપલાઇનની મરામત શરૂ કરી હતી.

Latest Stories