ભરૂચ જિલ્લામાં ચોમાસાની વિદાય વચ્ચે સાર્વત્રિક વરસાદ
ભરૂચ જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બે દિવસથી ધીમીધારે વરસાદ વરસ્યા બાદ ભરૂચ જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ગુજરાત | સમાચાર
ભરૂચ શહેર અને જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બે દિવસથી ધીમીધારે વરસાદ વરસ્યા બાદ ભરૂચ જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં વરસેલ વરસાદના આંકડા પર નજર કરીએ તો જંબુસર 12 મી.મી,આમોદ 14 મી.મી.,વાગરા 2 ઇંચ,ભરૂચ 1.5 ઇંચ,ઝઘડિયા 12 મી.મી.,અંકલેશ્વર 5 મી.મી.,હાંસોટ 2 ઇંચ,વાલિયા 2 ઇંચ અને નેત્રંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે સમગ્ર રાજ્યમાં મેઘરાજાનો અંતિમ રાઉન્ડ શરૂ થયો છે અને આગામી એક અઠવાડીયા સુધી છુટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે
