ભરૂચમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો પરંતુ ફરી એકવાર ધીમે ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો ,જંબુસર 1 ઇંચ,આમોદ 19 મી.મી.,વાગરા 7 મી.મી.,ઝઘડિયા 2 મી.મી.,અંકલેશ્વર 2 મી.મી.,હાંસોટ 5 મી.મી.,વાલિયા 1 ઇંચ અને નેત્રંગ માં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. શરૂઆતમાં ખેતીલાયક વરસાદ વરસ્યા બાદ વરસાદ ધરતીપુત્રો ખેતીના કામમાં જોડાયા છે અને ખેતીલાયક વરસાદથી આ વર્ષે સારો પાક આવે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે