New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/27174455/c2b40243-2ab4-47fb-9b06-b7885a601789.jpg)
ભરૂચ પે રોલ ફર્લો સ્કવોડની ટિમને મોટી સફળતા મળી છે. પોલીસે રાજ્યના 14 જીલ્લામાં એક યુવતીના 27 કરતાં વધુ વખત લગ્ન કરાવનાર આરોપી વાહિદા પઠાણને ઝડપી પાડી છે. પે રોલ ફર્લો સ્કવોડની ટીમને બાતમી મળી હતી કે આરોપી તેના ભરૂચ શહેરના સુથીયાપૂરા વિસ્તાર સ્થિત ઘરે છે જેના આધારે પોલીસે દરોડા પાડી તેને ઝડપી પાડી હતી.
આરોપી મહિલા ભોગ બનનાર યુવતીના ગેરકાયદેસર રીતે લગ્ન કરાર સ્ટેમ્પ પેપર તૈયાર કરી લગ્ન કરાવતી હતી અને છેતરપિંડી કરતી હતી. આરોપી મહિલાએ મલેશિયા ખાતે આચરેલ ગુનામાં મલેશિયાની જેલમાં 4 વર્ષ સજા પણ ભોગવી છે. પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories