મૂળ બિહારના અને હાલ સાયખા GIDC ની મિનલ સ્પેશ્યાલીસ્ટ કંપની રહેતા અને કંપનિમા જ ફિટર તરીકે કામ કરતા ગોવિન્દકુમાર અમિકા રાય ઉ.વ.૨૨ મિનલ સ્પેશ્યાલીસ્ટ કંપનીના એસ.એલ પ્લાન્ટના ચોથા માળે અન્ય મજુરો સાથે લોખંડની કોલમની પાઈપના બોલ્ટ ફીટ કરવાનુ કામ કરતો હતો.દરમિયાન તેનો પગ લપસી જતા ઉપરથી નીચે પટકાતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.ઇજાગ્રસ્ત ગોવિંદ કુમારને પ્રથમ સારવાર વાગરા સરકારી દવાખાને કરાવી વધુ સારવાર માટે એપેક્ષ હોસ્પીટલ ભરૂચ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.બનાવ અંગે સાયખાની ફાઈન્ટ બેલ્ટ કંપનીમાં કામ કરતા

સુનિલકુમાર અમિકા રાય  દ્વાર વાગરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.