
ભરૂચ: દહેજની રામદેવ કેમિકલ કંપનીમાં અકસ્માતે કામદારનું મોત, પોલીસે તપાસ શરૂ કરી
કામદાર રામદેવ કેમિકલ કંપનીમાંથી પસાર થઇ રહ્યો હતો. તે વેળાં ભારે પવન ફૂંકાવાને કારણે નજીકમાં પડેલો રેન્કનો તેના પર પડતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. ભરૂચ | ગુજરાત | સમાચાર |
ભરૂચના દહેજમાં આવેલી રામદેવ કંપનીમાં કામ કરતો કામદાર બિપીન અજય મંડલ ગઇકાલે સાંજે કંપનીમાં કામ કર્યાં બાદ સાંજના સાડા છ વાગ્યાના અરસામાં હાથપગ ધોઇને કંપનીમાંથી પસાર થઇ રહ્યો હતો. તે વેળાં ભારે પવન ફૂંકાવાને કારણે નજીકમાં પડેલો રેન્કનો તેના પર પડતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી.

ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.બનાવની જાણ થતા જ દહેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.આ તરફ પરિવારજનોએ યોગ્ય વળતરની માંગ કરી છે.
