આજરોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ પરિચારિકા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને કોરોના કાળ સતત ફરજ બજાવનાર નર્સ તેમજ નર્સિંગ સ્ટાફની સેવાને બિરદાવવામાં આવી રહી છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પણ છેલ્લા ઘણા સમયથી નર્સ તેમજ નર્સિંગ સ્ટાફ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરી તેઓને મોતના મુખમાંથી બહાર લાવવા સતત પ્રયત્નશીલ રહે છે અને દર્દીઓને હોસ્પિટલમાં જ પરિવાર જેવું વાતાવરણ મળે એ માટે સતત ફંફ આપે છે ત્યારે આજે વિશ્વ પરિચારિકા દિવસ નિમિત્તે નર્સિંગ સ્ટાફ દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓના પરિવારજનોને બે હાથ જોડી એક વિનંતી કરવાં આવી છે.
સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ કોરોના સંક્રમિત દર્દીઓ સાથે તેમના પરિવારજનો પણ વોર્ડમાં પ્રવેશે છે જેના કારણે નર્સિંગ સ્ટાફને કામ કરવામાં મુશ્કેલી સાથે પરિવારજનો કોરોનાનું સંક્રમણ વધુ ફેલાવી શકે છે જેના પગલે પરિવારજનોને સિવિલ હોસ્પિટલ ન આવવા વિનંતી કરવામાં આવી છે.